ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં માલિક સંજયભાઈ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નથી.
ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં માલિક સંજયભાઈ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નથી. ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં માલિક સંજયભાઈ પટેલનું તારીખ : ૩૧-૦૫-૨૦૨૪નાં રોજ લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે. ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં માલિક સંજયભાઈ પટેલ જે વાડ ઉંચાબેડાનાં રહેવાસી અને વર્ષોથી ખેરગામ દશેરા ટેકરી ખેરગામ (પેટ્રોલ પંપની સામે) તેઓ કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમના કુટુંબમાં માતા, ભાઈ, પત્ની સહિત એક દીકરો અને બે દીકરીઓ છે. તેઓ અજમેરના દરગાહમાં અતૂટ શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હતાં. દર વર્ષે તેઓ અજમેરની અચૂક મુલાકાત લેતા હતા. તેઓ મિતભાષી અને સ્પષ્ટ વક્તા હતાં. તેમની મુખાકૃતિ પર હંમેશા હાસ્ય જોવા મળતું. આદિવાસી સમાજના સમૂહ લગ્ન હોય કે મંદિરનાં પાટોત્સવ તેમાં તેઓ દાન અચૂક નોંધાવતા. હંમેશા તેમના મોઢે સકારાત્મક વાતો સાંભળવા મળતી. સમાજના કોઈ વ્યક્તિ કરિયાણાની દુકાન ચાલુ કરવા માંગતું હોય, અને તેમની પાસે સલાહ લેવા આવ્યું હોય તો સલાહની સાથે દુકાન ચાલુ કરવા માટે તેઓ મદદ પણ કરતા હતા. ગ્રાહક પ્રત્યે હંમેશા કૂણું નરમાશભર્યુ વલણ અપનાવતા. દુકાનમાં...