ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં માલિક સંજયભાઈ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નથી.


ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં  માલિક સંજયભાઈ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નથી.

ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં  માલિક સંજયભાઈ પટેલનું તારીખ : ૩૧-૦૫-૨૦૨૪નાં રોજ લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે. 

ખેરગામના સંત ગુરૂકૃપા અને દાતાર કરિયાણાનાં માલિક સંજયભાઈ પટેલ જે વાડ ઉંચાબેડાનાં રહેવાસી અને વર્ષોથી ખેરગામ દશેરા ટેકરી ખેરગામ (પેટ્રોલ પંપની સામે) તેઓ કરિયાણાની દુકાન ચલાવતા હતા. 

તેમના કુટુંબમાં માતા, ભાઈ, પત્ની સહિત એક દીકરો અને બે દીકરીઓ છે. તેઓ અજમેરના દરગાહમાં અતૂટ શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હતાં. દર વર્ષે તેઓ અજમેરની અચૂક મુલાકાત લેતા હતા. તેઓ મિતભાષી અને સ્પષ્ટ વક્તા હતાં. તેમની મુખાકૃતિ પર હંમેશા હાસ્ય જોવા મળતું. આદિવાસી સમાજના સમૂહ લગ્ન હોય કે મંદિરનાં પાટોત્સવ તેમાં તેઓ દાન અચૂક નોંધાવતા. હંમેશા તેમના મોઢે સકારાત્મક વાતો સાંભળવા મળતી. સમાજના કોઈ વ્યક્તિ કરિયાણાની દુકાન ચાલુ કરવા માંગતું હોય, અને તેમની પાસે સલાહ લેવા આવ્યું હોય તો સલાહની સાથે દુકાન ચાલુ કરવા માટે તેઓ મદદ પણ કરતા હતા.

ગ્રાહક પ્રત્યે હંમેશા કૂણું નરમાશભર્યુ વલણ અપનાવતા. દુકાનમાં કદાચ ગ્રાહકને પસંદ નાં આવે અને બીજા દિવસે પરત કરે તો તેમના ચહેરા પર નારાજગીના ભાવ કદી જોવા મળતા નહીં. ગ્રાહકોને કદી છેતરવાનો પ્રયત્ન કરતાં નહિ. ખરીદી કરતી વખતે નાણાંની વ્યવસ્થા ન હોય તો જ્યારે વ્યવસ્થા થાય ત્યારે આપજોની વાતો સાંભળવા મળતી.

શાળામાં સમૂહ ભોજન કે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં તેમનું યોગદાન હંમેશા રહેતું અને ખરીદીમાં તેઓ વ્યાજબી ભાવ લગાવતા પરંતુ ઉપરથી વધારાની વસ્તુ મારા તરફથી કહી તેઓ જરૂરથી આપતા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી વખતે તેઓ શાળામાં બાળકો માટે મીઠાઈ આપવાનું કદી ચૂકતા નહીં.

આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના હોય,  સામજિક, શૈક્ષણિક કાર્ય માટે  કોઈ પણ વ્યક્તિ દાન ઉઘરાવવા  ગયા હોય તો "શાના માટે" જેવા શબ્દો કદી પૂછતા નહિ, યથા શક્તિ પ્રમાણે તેઓ લખાવી જ દેતા. તેમની દુકાનેથી ભિખારી કદી ખાલી જતાં નહીં. તેમની દાનવીર ભાવનાને નત મસ્તકે પ્રણામ.

પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેમજ તેમના કુટુંબ પર આવેલા દુઃખને સહન કરવાની શક્તિ બક્ષે.

Comments

Popular posts from this blog

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.